Wednesday, 16 August 2017

૧૪-રાષ્ટીય સ્વાસ્થ્ય વીમા યોજના (R.S.B.Y.)



૧૪-રાષ્ટીય સ્વાસ્થ્ય વીમા યોજના (R.S.B.Y.)
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
રાષ્ટીય સ્વાસ્થ્ય વીમા યોજના (R.S.B.Y.)
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
બી.પી.એલ. કુટુંબો, બિલ્ડીંગ એન્ડ અનધર કન્સ્ટ્રકશન વર્કર, રેલ્વે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા ( MGNREGA ) શ્રમિકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મળેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેમાં પાંચ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. પતિ-પત્ની અને ત્રણ ઘરના બીજા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રણ વર્ષ સુધીના શિશુંને છઠા સભ્ય તરીકે લાભ મળશે.
યોજના અંતર્ગત સહાય/લાભ
રૂ.૩૦૦૦૦/- સુધીનો આરોગ્ય વીમો અને સિનિયર સીટીઝન માટે વધારાના ૩૦૦૦૦/-નો આરોગ્ય વિમો આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્ટ્રેશન ચાલતું હોય ત્યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.૩૦/- રજીસ્ટ્રેશન ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્ટર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્થા તથા ખાનગી હોસ્પિટલ સારવાર આપવામાં આવે છે.