Wednesday, 16 August 2017

૧૫ - મુખ્યમંત્રી અમૃતમ “માં” યોજના/”માં વાત્સલ્ય” યોજના



૧૫ - મુખ્યમંત્રી અમૃતમ “માં” યોજના/”માં વાત્સલ્ય” યોજના
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
મુખ્યમંત્રી અમૃતમ યોજના – માં યોજના
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
આ યોજના રાજયના તમામ જીલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના
( નગરપાલિકા વિસ્તાર
, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઈડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના (મહતમ ૫ વ્યક્તિ સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલમાં વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ.૧.૨૦ લાખ” થી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોના તમામ સભ્યો ને લાભ (મહતમ ૫ વ્યક્તિ સુધી) આપવામાં આવશે. નવા જન્મતા બાળકને છઠા સભ્ય તરીકે લાભ મળવાપાત્ર રહે છે.
યોજના અંતર્ગત સહાય/લાભ
આ યોજના હેઠળ હદય, મગજ અને કીડનીને લગતી ઘનિષ્ઠ સારવાર બર્ન્સ કેન્સર, ગંભીર ઈજાઓ તેમજ નવજાત શીશીઓના રોગો જેવી ગંભીર બીમારીઓ માટે કુટુંબદીઠ વાર્ષિક મહતમ રૂ.૨૦૦૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ “માં કે માં વાત્સલ્ય” કાર્ડ કઢાવવું જરૂરી છે. જે તાલુકા કિઓસ્ક પરથી જરૂરી ડોક્યુમેન્ટ આપી મેળવી લેવાનું રહેશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
આ યોજના હેઠળ નિયત ચેકલીસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી / અનુદાન મેળવતી સંસ્થાઓ / ખાનગી હોસ્પિટલોને કરારબદ્ધ કરવામાં આવે છે. આ કરારબધ્ધ થયેલ હોસ્પિટલ માં લાભાર્થીઓ ને સારવારનો લાભ આપવામાં આવે છે.