૦૮-કસ્તુરબા પોષણ સહાય યોજના (K.P.S.Y.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
કસ્તુરબા પોષણ સહાય યોજના
|
૨
|
યોજનાના
લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૦ થી ૨૦
બી.પી.એલ. સ્કોર ધરાવતા કુટુંબની સગર્ભા માતાઓ ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા
પ્રમાણે રૂ.૬૦૦૦/- ની નક્કી કરેલ રકમ ત્રણ તબક્કામાં એટલે કે પ્રતિ તબક્કે રૂ.૨૦૦૦/-
ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે. જે જીલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના
(IGMSY) લાગુ પડતી હોય ત્યાં
તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.
|
૩
|
યોજના
અંતર્ગત સહાય/લાભ
|
૧.સગર્ભાવસ્થામાં પ્રથમ છ માસમાં આંગણવાડી ખાતે મમતા દિવસમાં સગર્ભાવસ્થાની
નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/- ની સહાય.
૨.સરકારી દવાખાનામાં થવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ
અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
૩.બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી
અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ
પૂર્ણ થયા બાદ રૂ.૨૦૦૦/- ની સહાય આમ કુલ રૂ.૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને
મળશે.
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
૧. લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં એફ.એચ.ડબ્લ્યુ.
પાસે નોધણી કરવાથી લાભ મળવાપાત્ર થશે.
૨. ગરીબી રેખા હેઠળની સગર્ભા મમતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા
ચિરંજીવી યોજના હેઠળના દવાખાના કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
૩. ગરીબી રેખા હેથળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી
અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ
પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં / પોસ્ટ ઓફીસ ખાતામાં
જમા થશે.
|