Wednesday, 16 August 2017

૦૭-મમતા તરૂણી



૦૭-મમતા તરૂણી
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
મમતા તરૂણી
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આવરી લેવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય/લાભ
૧.દરેક લાભાર્થીને એક માસની જરૂરિયાત જેટલી લોહતત્વની ગોળી (મહિનાની ૪) આપવાની રહેશે.
૨.તરૂણીઓનું વર્ષમાં ત્રણવાર વજન કરવામાં આવશે અને વજન મોનીટરીંગ કરવામાં આવે છે.
૩.જીવન શિક્ષણ વિશે વાર્તાલાપ કરવાનો રહેશે.
૪.ટી.ટી:(ધનુરવાની રસી)-૧૦ અને ૧૬ વર્ષની તરૂણીઓને આપવામાં આવે છે.
૫.મમતા તરૂણી દિવસે દરેક કેન્દ્રમાં છ માસના સમયાંતરે મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા હિમોગ્લોબીન(એચ.બી) માપવાનું રહેશે.
૬.રેફરલની જરૂરિયાત અનુસાર, તરૂણીને એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર (AFHS) કે અન્ય કેન્દ્રમાં રીફર કરવાનું રહેશે.
૭.જુથ પૈકીની ઓછામાં ઓછા વજનવાળી ૧૦ છોકરીઓ સંકલિત બાળ વિકાસ યોજનાની કિશોરી શક્તિ પુરક આહાર માટે પાત્ર બનશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓએ આશાબેન પાસે પોતાનું નામ નોંધાવવાના રહેશે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
ગામમાં યોજાતા મમતા દિવસે તેમજ આંગણવાડીને ત્યાંથી યોજનાનો લાભ મળશે.