૦૪-જનની સુરક્ષા
યોજના (J.S.Y.)
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
જનની સુરક્ષા યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા
બહેનો, અનુસુચિત જાતી તથા અનુસુચિત
જન જાતી કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ.૬૦૦/-
શહેરી વિસ્તારમાં પોષણયુક્ત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો
ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાનાં છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં
ચુકવવામાં આવે છે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
આ
યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરાવવાનું રહેશે અને સાથે
બી.પી.એલ કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવવાનો રહેશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
સ્ત્રી
આરોગ્ય કાર્યકર(આપના વિસ્તાર) નાં દ્વારા આપને આ લાભ આપવામાં આવશે.
|