Wednesday, 16 August 2017

૦૩-બાળ સખા યોજના



૦૩-બાળ સખા યોજના
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
બાળ સખા યોજના
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
આ યોજનામાં ગરીબી રેખા હેઠળનાં(બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબનાં ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિના તથા વાર્ષિક રૂ.૨,૦૦,૦૦૦ લાખની વાર્ષિક આવક ધરાવતા “નીયોમિડલ ક્લાસ” કુટુંબનાં તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.
યોજના અંતર્ગત સહાય/લાભ
આ યોજના હેઠળનાં લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળ રોગ નિષ્ણાંત નવજાત શિશુનાં સગાને વાહનવ્યવહાર પેટે રૂ.૨૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઈને તુરત જ ચૂકવી આપશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉમર સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. કોઇપણ આરોગ્ય કર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઈએ
યોજનાનો લાભ ક્યાંથી મળશે
જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.