Wednesday, 16 August 2017

૦૫- રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ (F.P.)



૦૫- રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ (F.P.)
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ

યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
મહિલા લાભાર્થી માટે: લગ્ન કરેલ હોય તેની ઉંમર ૨૨ વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઈએ તથા એક તેને બાળક હોવું જોઈએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઈએ (બે માંથી એક આ પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ)
પુરૂષ લાભાર્થી માટે: લગ્ન કરેલ હોય, તેની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોવી જોઈએ એક બાળક હોવું જોઈએ અને તેની ઉંમર ૧ વર્ષથી વધારે હોવી જોઈએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવું જોઈએ (બે માંથી એક આ પદ્ધતિ ન અપનાવેલ હોવી જોઈએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઈએ)
યોજના અંતર્ગત સહાય/લાભ
નીચે મુજબ
વિગત
લાભાર્થીને રોકડ સહાય
મોટીવેટર
વાઝેકટોમી(દરેક)
૨૦૦૦/-
૩૦૦/-
ટ્યુબેકટોમી-સ્ત્રી વ્યંધીકરણ
૧૪૦૦/-
૨૦૦/-
ટ્યુબેકટોમી-સ્ત્રી વ્યંધીકરણ ( પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે)
૨૨૦૦/-
૩૦૦/-
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે
યોજનાનો લાભ ક્યાંથી મળશે
પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર દ્વારા ઓપરેશન કરાવો તો લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે.