૧૨-મિશન બલમ
સુખમ ( ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન )
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મિશન બલમ સુખમ ( ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન
મિશન )
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
૦-૫ વર્ષ સુધીના તમામ કુપોષિત અને અતીકુપોષિત બાળકો
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના અંતર્ગત ૦-૫ વર્ષાન કુપોષિત તથા અતીકુપોષિત બાળકોને ક્ષેત્રીય
તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે. હાલમાં આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વરા
થતી હોઈ ક્ષેત્રીય કક્ષાએ WCD-ICDS
વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ “ઘનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર
(Intensive Nutrition Campaign Center)” અંતર્ગત બીમાર ન હોય તેવા કુપોષિત બાળકોને આગણવાડી
ખાતે માવજત કરવામાં આવ છે, તથા બિમાર કુપોષિત અને અતીકુપોષિત બાળકોને આરોગ્ય
સંસ્થા ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર (CMTC) અને બાળ સંજીવની
કેન્દ્ર (NRC) ખાતે તબીબી સારવાર અને પોષણ પુનવર્સન અર્થ મોકલવામાં
આવે છે.
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
આગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોને
નોધણી ફરિયાદ બનાવશે.
ત્યાર બાદ એ.એન.એમ. આ બાળકોનું સ્ક્રીનીગ
કરશે. જેમાં તબીબી સારવાર જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્યકક્ષાએ ઘનિષ્ઠ પોષણ અભિયાન
કેન્દ્ર (INCC) પર માવજત કરવામાં આવશે જયારે સામાન્ય
તથા સધન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશ: પ્રા.આ.કેન્દ્ર / સા.આ.કેન્દ્ર
ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર ( CMTC) પર અને જિલ્લા હોસ્પિટલ
/ મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર (NRC) પર સારવાર અર્થ મોકલવામાં આવશે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલ OPD
દરમિયાન અતિકુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેઓંને ઘનિષ્ઠ પોષણ અભિયાન
કેન્દ્ર (INCC) / બાળ સેવા કેન્દ્ર (CMTC) / બાળ સંજીવની કેન્દ્ર (NRC) પર રીફર કરવામાં આવશે.
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
યોજનાનો લાભ ગ્રામ્યકક્ષાએ આંગણવાડી કેન્દ્ર, તાલુકા કક્ષાએ પ્રા.આ.કેન્દ્ર / સા.આ. કેન્દ્ર
અને જીલ્લા કક્ષાએ જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલજ હોસ્પિટલ માં આ યોજનાનો લાભ આપવામાં
આવશે.
|