૨૪-
માસિક ઋતુચક્ર આરોગ્ય (મેન્સ્ટ્રુઅલ હાયજીન) કાર્યક્રમ
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
માસિક
ઋતુચક્ર આરોગ્ય (મેન્સ્ટ્રુઅલ હાયજીન) કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં
માપદંડ
|
૧૨ થી ૧૯ વર્ષની તમામ બાળાઓ અને કિશોરીઓ
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના અંતર્ગત માસિક ઋતુચક્ર (મેન્સ્ટ્રુઅલ
હાયજીન) દરમ્યાન તેઓએ રાખવાની થતી સ્વચ્છતા બાબતે આશા અને સ્ત્રી આરોગ્ય કાર્યકર
દ્વારા જાણકારી આપવામાં આવે છે. તથા આ બાળાઓને માસિક ઋતુચક્ર (મેન્સ્ટ્રુઅલ
હાયજીન) દરમ્યાન સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જળવાય તે માટે સેનેટરીનેપકીન આપવામાં
આવે છે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
૧૨ થી ૧૯ વર્ષની બાળાઓને આ યોજના
અંતર્ગત લાભ લેવા માટે તેઓનાં વિસ્તારની આશા પાસે નામ નોંધાવવાનું રહેશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
આ યોજનાનો લાભ જેતે વિસ્તારની આશા તથા
સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસેથી મળશે.
|