૨૩- સ્તન અને ગર્ભાશ્યના મુખના કેન્સરનું સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર કાર્યક્રમ
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
સ્તન અને
ગર્ભાશ્યના મુખના કેન્સરનું સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
૩૦ થી ૫૯ વર્ષની તમામ મહિલા
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનાં પ્રાથમિક
લક્ષણો દ્વારા ૩૦ થી ૫૯ વય જુથની તમામ મહિલાઓનું મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા પ્રાથમિક
સ્તરે સ્ક્રીનીંગ કરવામાં આવે છે.
પ્રાથમિક સ્ક્રીનીંગ દરમ્યાન શોધાયેલ શંકાસ્પદ
દર્દીને વધુ તપાસ અર્થે રેફરલ સુવિધા અર્થે મોકલવામાં આવે છે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
આ યોજનાનો લાભ મેળવવા આપના વિસ્તારની આશા
અને સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવાનો રહેશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
આ યોજનાનો લાભ મેળવવા આપના વિસ્તારની આશા
અને સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા અને તમામ સરકારી દવાખાનાઓ માં મળશે.
|