૧૭-રાષ્ટ્રીય
રક્તપિત નિર્મુલન કાર્યક્રમ
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
રાષ્ટ્રીય
રક્તપિત નિર્મુલન કાર્યક્રમ
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
૧.રક્તપિતનાં ચિન્હો-લક્ષણો ધરાવતા તમામ
દર્દીઓને બહું ઔષોધિક સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
૨.પગમાં બધિરતા ધરાવતા તમામ રક્તપિતગ્રસ્તોને
માઈક્રો સેલ્યુલર સબર(MCR) પગરખા વિનામૂલ્યે પુરા
પાડવામાં આવે છે.
૩.વિકૃત ધરાવતા તમામ રક્તપિતગ્રસ્તોને ભારત
સરકારશ્રી દ્વારા માન્ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિના મૂલ્યે રિકન્સ્ટ્રકટીવ
સર્જરી કરી આપવામાં આવે છે.
: સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
: એસ.એસ.જી.હોસ્પિટલ,વડોદરા
: સિવિલ હોસ્પિટલ,મજુર ગેટ,સુરત
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
૧.રક્તપિતનાં દર્દીઓને બહુ ઔષોધીય સારવાર
તમામ પ્રા.આ.કેન્દ્ર/સા.આ.કેન્દ્ર અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે પૂરી પાડવામાં
આવે છે.
૨.પગમાં બધિરતા ધરાવતા તમામ રક્તપિતગ્રસ્તોને
માઈક્રો સેલ્યુલર રબર(MCR)
પગરખાં વર્ષમાં બે વાર વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.
૩.વિકૃતિ ધરાવતા રક્તપિતગ્રસ્તોને વિકૃતી
દુર કરવા માટે રિકન્સ્ટ્રકટીવ સર્જરી ભારત સરકારશ્રી દ્વારા માન્ય સેન્ટર ખાતે કરાવી
આપવામાં આવે છે. આ માન્ય સેન્ટર ખાતે મેજર રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રક્તપિતગ્રસ્તોને
રૂ.૮૦૦૦/- તેમજ રિકન્સ્ટ્રકટીવસર્જરી કરી આપનાર માન્ય સેન્ટરને મેજર સર્જરી દીઠ રૂ.૫૦૦૦/-
ચુકવવામાં આવે છે.
૪.રક્તપિતગ્રસ્તોને રિકન્સ્ટ્રકટીવ સર્જરી
માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારથી હોસ્પિટલમાંથી ડીસચાર્જ થાય ત્યાં સુધી
વેજ્લોસ દૈનિક રૂ.૫૦/- મહતમ ૨૦ દિવસ સુધી
ચુકવવાની જોગવાઈ છે.
૫.સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત ૨ હોસ્પિટલોને
દર્દીની સંખ્યા મુજબ પથારી દીઠ રૂ.૭૫/- લેખે આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
૧.માઈક્રો સેલ્યુલર રબર (MCR) પગરખા: MCR પગરખા મેળવવા
માટે પગમાં બધિરતા ધરાવતા રક્તપિતગ્રસ્તને કોઈ આધાર પુરાવાની જરૂર રહેતી નથી.
૨. રિકન્સ્ટ્રકટીવ સર્જરી(RCS): મેજર રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રક્તપિતગ્રસ્તને
ભારત સરકાર દ્વારા માન્ય કરેલ સ્ન્સ્થાઓમાં ઓપરેશન કરાવેલ છે. તેનો દસ્તાવેજી પુરાવો
(૧)એસ.એસ.જી હોસ્પિટલ,વડોદરા (૨)નવી સિવિલ હોસ્પિટલ,અમદાવાદ (૩)સિવિલ હોસ્પિટલ,સુરત પૈકી એકનો રજુ કરવાનો
રહેશે.
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
૧.માઈક્રો સેલ્યુલર રબર(MCR) પગરખા: જીલ્લા રક્તપિત અધિકારી/જીલ્લા ક્ષય
અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.
૨. રિકન્સ્ટ્રકટીવ સર્જરી(RCS): જીલ્લા રક્તપિત અધિકારી/જીલ્લા ક્ષય અધિકારીશ્રીની
કચેરી ખાતેથી વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે.
૩.બહુ ઔષોધીય સારવાર(MDT): તમામ પી.એચ.સી/સી.એચ.સી, જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
|